કેવાં તમે છો કે તમે સૌને ગમી ગયાં, આછી શરમથી આપનાં નયનો નમી ગયાં, આકાશ રૂપે આપનો પાલવ મળી ગયો. આભાર તુજ જુદાઈનો કે એને આશરે, સૌ આપના સમા જ છે શમણાં ય આપના, એ મારી નમ્રતા કે તમારો અહમ હતો, ‘બેતાબ’ અંધકારનો પર્યાય છું, મગર - રિષભ મહેતા ‘બેતાબ’
જગને ઝુકાવનાર પણ તમને નમી ગયાં.
મારી નજરમાં ઈન્દ્રધનુ છમછમી ગયાં.
આંસુ અમારા તારલા થઈ ટમટમી ગયાં.
જીવનના સૌ અભાવના દુ:ખો શમી ગયાં.
તે પણ અમારી જિન્દગી સાથે રમી ગયાં.
હું ચૂપ રહું એ જોઈ તમે સમસમી ગયાં.
સૂરજ તમે હતાં છતાંય આથમી ગયાં.
Posted in 'તિરાડ', ગઝલ, ગઝલ સંગ્રહ | 4 Comments »
દર્દ એવું આપજે કે જે કવિતામાં ભળે, ભીંત સામે વ્યર્થ કાં માથું પછાડો છો તમે ? તું કરે મારા વગરની જિંદગીની કલ્પના, એટલે આંસુ ગણી એને લૂછી શકતો નથી, માનવું કે એ નથી અજવાળું કિન્તુ આગ છે, - રિષભ મહેતા ‘બેતાબ’
હું છુપાઈ જાઉં એમાં, તું જગતભરને મળે.
ક્યાં કદી ભીંતોના પથ્થરમાંથી પાણી નીકળે.
ને મને તારા વગરની કલ્પના પણ ના મળે.
એ તમારાં સ્વપ્ન જે આંખોમાં આવી ઝળહળે.
કો શમા ‘બેતાબ’ જ્યારે બેઉ છેડેથી બળે.
Posted in 'તિરાડ', ગઝલ, ગઝલ સંગ્રહ | 3 Comments »
પ્યાર ઝળહળ છે : ઠગારી ઝંખના મારી હતી, એક અંગત વાત જીવનભર ન તમને કહી શક્યો, શું કરે આ એકલી આંખો બિચારી તું કહે, મારું મન જાણે હતું પનઘટ પ્રણયના દર્દનો, એ મિલનની ચંદ ઘડીઓ જે સુખી લાગી હતી, લોક સાચા પ્રેમ રૂપે જેને બિરદાવે છે, તે, ઓ મરણ ! તું આવ, પણ મારું થઈને આવ ના, પ્રાણ લેવા વ્યર્થ કાં ‘બેતાબ’ તું આવો થયો, - રિષભ મહેતા ‘બેતાબ’
આગ આખર નીકળી જે જ્યોત મેં ધારી હતી.
જે મને નડતી રહી તે હાજરી મારી હતી.
માત્ર આંસુઓ જ નો’તા યાદ પણ તારી હતી.
યાદ તારી જાણે ભીંજાયેલ પનિહારી હતી.
આજ જાણ્યું તે જ અમને દર્દ દેનારી હતી.
ના તને છોડી શક્યાની મારી લાચારી હતી.
જિંદગી પણ ના રહી જે એક દિ’ મારી હતી.
પ્રાણ ધરવા પ્રેમમાં મારી જ તૈયારી હતી.
Posted in 'તિરાડ', ગઝલ, ગઝલ સંગ્રહ, રિષભ મહેતા | 1 Comment »
કેટલા મગરૂર છે બે-ચાર લીલા શ્વાસ પર, કેટલું કથળી ગયેલું છે કથાનક એમનું, એક કેવળ રણ ન એને સાચવી શકતે કદી, એમને તો મારી હસ્તીની ખબર પણ ના પડી, આપ શું જાણો પ્રતીક્ષા કઈ બલાનું નામ છે ? કોઈ દિ’ ‘બેતાબ’ એ સળગી જશે મુજ આહથી, - રિષભ મહેતા ‘બેતાબ’
ક્યાં ખબર છે પાનખરનું રાજ છે મધુમાસ પર.
ટિપ્પણી કરતા રહ્યા જે વિશ્વના ઈતિહાસ પર.
કેટલાં મૃગજળ ટક્યાં છે એક મારી પ્યાસ પર.
હું સતત શ્વસતો રહ્યો છું જેમના અહેસાસ પર.
કોઈ દિ’ તડપ્યા છો મારા આગમનની આશ પર ?
ખૂબ આવે છે દયા મુજને કબરના ઘાસ પર.
Posted in 'તિરાડ', ગઝલ, ગઝલ સંગ્રહ, રિષભ મહેતા | Leave a Comment »
તું ગઝલની ક્ષણ રૂપે મળતી રહે, શ્વાસમાં ખૂશ્બૂ ભરીને નીકળું, સૌ સંબંધોએ તરછોડ્યો મને, હું અનાયસે ઉગેલો સૂર્ય છું, ભીડ પણ ‘બેતાબ’ આ તનહાઈમાં, - રિષભ મહેતા ‘બેતાબ’
દર્દના કારણ રૂપે મળતી રહે.
ને મને તું રણ રૂપે મળતી રહે.
લાગણી સગપણ રૂપે મળતી રહે.
તું મને પ્રાંગણ રૂપે મળતી રહે.
એક પ્યારા જણ રૂપે મળતી રહે.
Posted in 'તિરાડ', ગઝલ, ગઝલ સંગ્રહ, રિષભ મહેતા | 4 Comments »
ભીડમાં ચહેરો તમારો શોધતો, જે જગાએ તું મને મૂકી ગયો, તું જુએ તો હું ય ગુલમ્હોરી ઊઠું, હું ડૂબી જવા ચહું તુજમાં અને, તું બધા શબ્દોની પેલે પાર, ને, મેં મને ‘બેતાબ’ ખોયો એ રીતે, - રિષભ મહેતા ‘બેતાબ’
પથ્થરોમાં જાણે પારો શોધતો.
તે જગામાં સ્પર્શ તારો શોધતો.
માત્ર હું તારો ઈશારો શોધતો.
તું સદા મારો કિનારો શોધતો.
હું ગઝલમાં અર્થ તારો શોધતો.
કે મને હું એકધારો શોધતો.
Posted in 'તિરાડ', ગઝલ, ગઝલ સંગ્રહ, રિષભ મહેતા | 2 Comments »
વેલેન્ટાઇન દિવસ જેવાં પ્રેમસભર દિવસે આપ મિત્રો માટે એક ખુબ જ નજાકતભરી અને પ્રિયતમ પાસે ખુબ જ મીઠી માંગણી કરતી આ ગઝલ આપને ધરી રહ્યો છું … આશા છે આપ સ્વીકારશો …
ઘૂંટ પી જઈશ મને પ્રેમ કર.
હું બચી જઈશ મને પ્રેમ કર
બધા વેદ ગ્રંથ પુરાણ સૌ,
હું કળી જઈશ, મને પ્રેમ કર.
એક શબ્દમાં એક શ્લોકને,
હું રચી જઈશ, મને પ્રેમ કર.
હું ખીલી ગયો તને જોઇને,
હું ખરી જઈશ, મને પ્રેમ કર.
છું તૂટી જવાની અણી ઉપર,
હું ટકી જઈશ, મને પ્રેમ કર.
હુંય સૂર્ય છું, હુંય ચંદ્ર છું,
હું ઊગી જઈશ, મને પ્રેમ કર.
હું નથી જ સુંદર તે છતાં,
હું ગમી જઈશ, મને પ્રેમ કર.
અડીખમ ઊભો હું પહાડ શો.
હું ઝુકી જઈશ, મને પ્રેમ કર.
હું અમસ્તો બેઠો નથી અહી,
હું ઉઠી જઈશ, મને પ્રેમ કર.
ગુમ હું થયો છું ન જાણે ક્યાં!
હું મળી જઈશ મને પ્રેમ કર.
- રિષભ મેહતા
Posted in ગઝલ, રિષભ મહેતા | 1 Comment »
રણના હ્રદયમાં ઝાંકવાનું મન થયું હતું, લક્ષ્મણને શી ખબર કે રેખા દોરવાથી શું ? આ તારા સ્મરણ-પુષ્પના સૌગંદ છે મને, આકાશને ય કાશ એની થઈ જતે ખબર, એ ઠીક કે ‘બેતાબ’ રાશ આવ્યો અંધકાર, - રિષભ મહેતા ‘બેતાબ’
મૃગજળ તમામ ચાખવાનું મન થયું હતું.
મૃગને જ્યાં હૈયે ચાંપવાનું મન થયું હતું.
આ મ્હેંકને મહેંકાવવાનું મન થયું હતું.
સૂરજને રાત રાખવાનું મન થયું હતું.
નહિંતર સૂરજને બાળવાનું મન થયું હતું.
Posted in 'તિરાડ', ગઝલ, ગઝલ સંગ્રહ | 2 Comments »
પ્રશ્ન એવો પૂછજે જેનો જવાબ આપી શકું, કંટકો વચ્ચે સજાવી છે મેં મારી જાતને, ક્યાં ખબર છે બંધ કે ઊઘડતી સિલ્લક કેટલી ? કેટલા વેરાન ચ્હેરા છે ફૂલોના બાગમાં – એક એવો ચ્હેરો જે ‘બેતાબ’ ગમતો ના મને, - રિષભ મહેતા ‘બેતાબ’
નાની સરખી નોંધથી માંડી કિતાબ આપી શકું.
એટલા માટે કે હું તમને ગુલાબ આપી શકું.
પૂરેપૂરો શી રીતે મારો હિસાબ આપી શકું ?
કેવી રીતે કોઈના કરમાં હું છાબ આપી શકું ?
કાશ ! દુનિયાની કુરૂપતાને નકાબ આપી શકું !
Posted in 'તિરાડ', ગઝલ, ગઝલ સંગ્રહ | 1 Comment »
ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.
તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.
ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.
ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
- રિષભ મહેતા
આ ગીત સાંભળવા માટે ગાગરમાં સાગર પર અહીં જાઓ
Posted in ઓડીયો આલ્બમ, કહો આપણે ક્યારે મળીએ?, ગાયત્રી ભટ્ટ, ગીત, રિષભ મહેતા | Leave a Comment »